<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

વિસાવદર પંથકમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલ લોકોને આગળ આવવા પીએસઆઈ સલમા સુમરાનો અનુરોધ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરના પીએસઆઈ શ્રીમતિ સલમા સુમરાએ વ્યાજના વિષચક્રમાં ફસાયેલ લોકોને આગળ આવવા અનુરોધ કર્યો છે.
વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના ખેડૂતની જમીન જૂનાગઢ એસ.પી. તથા વિસાવદર પીએસઆઈ સલમા સુમરાના પ્રયાસોથી પરત મળ્યાનુ ખેડૂત પરિવારે જણાવ્યુ છે. નાના કોટડાના ખેડૂત પરિવારે પંદર વર્ષ જૂનો પ્રશ્ન હલ કરવા બદલ અને જમીન પરત અપાવવા બદલ જૂનાગઢ એસ.પી. તથા વિસાવદર પીએસઆઈ એસ.આઈ.સુમરા અને સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ છે.
   અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તા.૨૧-૦૬-૨૦૨૪થી રાજ્યભરમાં તમામ શહેર/જીલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ- ૨૦૧૧ અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

(6:30 PM IST)