News of Thursday, 11th July 2024
પોરબંદરઃ પ્રાકૃતિક ખેતી કરીને કિંજલબેને ર વિઘા જમીનમાં ૬ લાખની વાર્ષિક ઉપજ મેળવી
કમલમ ફ્રુટ તથા ખારેક અને આંતરિક પાકમાં શાકભાજીનું પુષ્કળ ઉત્પાદન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૧ :.. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાને જોર પકડયું છે. કુતિયાણા પાસે અમર ગામે સસરાએ કંડારેલ કેડી ઉપર ચાલી પુત્રવધુ કિંજલબેન ખૂંટીએ પ્રાકૃતિક ખેતીથી બે વીઘા જમીનમાં મેળવી રહ્યા છે ૬ લાખની વાર્ષિક ઉપજ મેળવી છે. ૪૦ ખારેકના ઝાડની વચ્ચેના ગાળામાં ૧૭પ કમલમ ફુટના છોડનું વાવેતર કર્યુ તેમજ વાર્ષિક ત્રણ લાખનું કમલમ ફુટ અઢી લાખ રૂપિયાની ખારેકની સાથે આંતરિક પાકમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું પુષ્કળ ઉત્પાદન મેળવે છે.
કિંજલબેન ખૂંટી પોતે ગાય આધારિત જીવામૃત તૈયાર કરવાની સાથે આચ્છાદન વગેરેની કામગીરી છ.ે
કુતિયાણા તાલુકાના અમર ગામના ખેડૂત પરિવારના પુત્રવધુ કિંજલબેન ભીખુભાઈ ખૂટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના સસરા સામતભાઈ ખૂટી કે જેઓ વર્ષ ૨૦૧૬ માં આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરીના સંપર્કમાં આવ્યા હતા અને તેઓએ આત્મા પ્રોજેક્ટની તાલીમમાં જોડાઈ કચ્છમાં ૪૭ ખેડૂતો સાથે પ્રવાસ કર્યો હતો. કચ્છમાંથી ખારેક સંશોધન કેન્દ્ર અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતથી ખારેકની ખેતી અંગે પ્રેરણા મળતા રૂપિયા ૩૬૦૦ના એક છોડ લેખે કચ્છ માંથી ૪૦ ખારેકના છોડનું વાવેતર તે જ વર્ષે અમર ગામ ખાતે તેમના ખેતરમાં કર્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માં ખારેકના પાકમાંથી આવક શરૂ થઈ, અને તે સમય દરમિયાન બે વીઘા જમીનમાં આંતરીક તરીકે કમલમ ફ્રૂટના ૧૭૫ જેટલા છોડનું વાવેતર કર્યું હતું.
કિંજલબેન પોતે ભણેલા ગણેલા અને શિક્ષિત હોય ત્યારે શહેરમાં નોકરીથી પણ સારી એવી આવક પ્રાકળતિક ખેતીમાં થતી હોવાથી કિંજલબેનને જાતે જ સસરાએ કંડારેલ કેડી ઉપર ચાલવાનો નિર્ણય કરી આ પ્રાકળતિક ખેતીમાં કિંજલબેન જોતરાઈ ગયા હતા.
ગાય માંથી કિંજલબેન ભીખુભાઈ ખૂટીએ જીવામળત તૈયાર કરવાની સાથે આચ્છાદન, નિંદણ, પાક ઉતારવો, પેકિંગ કરવું, વેચાણ માટે અન્ય શહેરોમાં મોકલવા, ખર્ચ, નફાના હિસાબ રાખવા સહિત ખારેક અને કમલમ ફ્રૂટના પાકની અલગ અલગ સ્થળોએ વેચાણ કરવાની જવાબદારી સંભાળી લીધી છે.
કિંજલબેન ખૂટી દ્વારા ખારેક કમલમ ફ્રૂટ અને પ્રાકળતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજીના વેચાણ ઘરેથી જ થાય તે માટે પ્રયાસો કરાઇ છે. હાલ સુરત, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ અને પોરબંદરમાં કમલમ ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે. તો પ્રાકળતિક ખેતી થી ઉત્પાદિત થયેલ ખારેકનું પણ સીધું ઘરેથી જ અલગ અલગ બોક્સમાં પેક કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક શિક્ષિત પુત્રવધુ કિંજલબેન બે વીઘા જમીન માંથી વાર્ષિક ૬ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો તેમની અન્ય ૧૫ વીઘા જમીનમાં પણ હવે પ્રાકળતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો છે.
લોકોને કેમિકલ, દવા મુક્ત શુદ્ધ અને સાત્વિક કઠોળ અને શાકભાજીનો ખોરાક મળી રહે તેમજ કેમિકલ યુક્ત ખોરાકના લીધે કેન્સર જેવી ગંભીર બીમારીથી લોકો બચી શકે તે માટે પ્રાકળતિક ખેતી કરવાનો અન્ય ૧૫ વિઘા જમીન નિર્ધાર કર્યો છે. સસરા સામતભાઈ ખૂટીના માર્ગદર્શન હેઠળ પુત્રવધુ કિંજલબેન પ્રાકળતિક ખેતીમાં જોડાઈ ખેતી કાર્યની તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે. આમ, પ્રાકળતિક ખેતીમાં સારુ ઉત્પાદન મળતું હોવાથી આ શિક્ષિત પુત્રવધુ અન્ય ખેડૂત પરિવારના બહેનો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
