<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મોરબીના યુવાને શેરબજારમાં વધુ નફો કમાવવાની લાલચમાં ૧.૭૬ કરોડ ગુમાવ્‍યા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૧: હાલના યુવાનોમાં શેર બજારનો ચસ્‍કો ચડ્‍યો છે અને ઓછા રોકાણમાં વધુ નફાની લાલચે પોતાનું સર્વસ્‍વ દાવ પર લાગાડી દેતા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્‍સો મોરબીમાં સામે આવ્‍યો છે જેમાં શેર બજારમાં નફો કરાવવાની લાલચ આપીને ખોટું નામ ધારણ રોકાણના બહાને ૧.૭૬ કરોડની છેતરપીંડી યુવાન સાથે થઇ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે

મોરબીના નાની વાવડી ગામ નજીક જયદીપભાઈ ગોરધનભાઈ આદ્રોજા (ઉ.૩૧) એ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે આરોપીᅠવ્‍હોટ્‍સએપ નંબર (૧) ૮૮૮૬૭ ૪૦૭૭૫ ના ધારકᅠ (૨) ૬૩૫૯૫ ૨૪૪૬૧ ના ધારક (૩) Jana Small Finance Bank ના એકાઉન્‍ટ નંબર ૪૫૨૪૦૨૯૭૨૫૬૭૭૯૭૨ ધારક (૪) Punjab National Bank એકાઉન્‍ટ નંબર ૮૬૭૫૦૦૨૧૦૦૦૦૧૩૦૭ ધારક (૫) Punjab National Bank એકાઉન્‍ટ નંબર ૨૪૩૨૦૦૨૧૦૫૨૫૫૫૩૭ ધારક (૬) Hdfc Bank એકાઉન્‍ટ નંબર ૫૦૨૦૦૦૪૬૮૭૮૨૭૨ ધારક (૭) Jana Small Finance Bank ના એકાઉન્‍ટ નંબર ૪૭૪૭૦૨૦૦૦૧૦૭૪૩૭૬ ધારક (૮) Punjab National Bank ના એકાઉન્‍ટ નંબર ૬૦૯૯૦૦૨૧૦૦૦૧૦૧૫૮ ધારક (૯) AU Small Bank ના એકાઉન્‍ટ નંબર ૨૧૧૧૨૫૭૪૩૫૯૫૯૮૪૧ ધારક (૧૦) Uco bank ના એકાઉન્‍ટ નંબર ૦૧૨૬૦૨૧૦૦૦૬૧૦૮ ધારક (૧૧) IndusInd Bank ના એકાઉન્‍ટ નંબર ૨૦૧૦૦૨૭૪૩૧૭૩ ધારક (૧૨) SBI Bank ના એકાઉન્‍ટ નંબર ૦૦૦૦૦૦૪૨૭૭૪૧૦૨૭૭૧ ધારક (૧૩) ICICI Bank ના એકાઉન્‍ટ નંબર ૬૪૯૬૦૫૫૦૦૨૫૨ વાળા ધારકᅠસહિતનાઓએ કાવતરું રચી જયદીપભાઈને શેર બજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી જયદીપભાઈનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટું નામ ધારણ કરી શેર બજારમાં રોકાણ કરાવાના બહાને જયદીપભાઈના કુલ ૧,૭૬,૪૨,૫૮૦ જુદા જુદા બેંક એકાઉન્‍ટમાં આરોપીઓએ મેળવી લઇ જયદીપભાઈ ના ભરેલ નાણા તા.૩-૦૪૦-૨૦૨૪ થી ૨૨-૦૫-૨૦૨૪ અને આજદિન સુધીમાં પરત ના કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મોબાઇલ ફોનની ચોરી

હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં રહેતા દિનેશભાઈ રણછોડભાઈ પાટડીયા (ઉ.૬૪) એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કેᅠ તેનો નોકિયા કંપનીનો મોબાઈલ કીમત રૂ.૭૦૦૦ વાળો મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી કોઈ અજાણ્‍યો ઇસમ ચોરી કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

(1:25 PM IST)