<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ઉનાની વડવિયલા સીમમાં દીપડાએ હુમલો કરતા વૃધ્‍ધનું મૃત્‍યુ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૧: વડવિયલા સીમમાં વાડીમાં સુતેલા વૃધ્‍ધ ઉપર દીપડાએ હુમલો કરીને ગંભીર ઇજા કરતા વૃધ્‍ધનું મૃત્‍યુ થયું છે.

ઊના ના ગીર ગઢડા તાલુકાના વડવિયલા ગામ ની સીમ માં સોપતિયાલા મહાદેવ મંદિર ની પાસે વાડી વિસ્‍તાર મા મૂળ દેલવાડા ગામ ના હાલ વડવિયાલા માં ખેત મજૂરી કરતા ડાયા ભાઈ ચીનાભાઈ સોલંકી ઊં.વ. ૬૦ જાતે દેવી પૂજક રાત્રે સૂતા હતા ત્‍યારે એક માનવ ભક્ષી દીપડો શિકાર ની લાલચમાં આવી સૂતેલા ડાયા ભાઈ ઉપર હુમલો કરી શરીર ના ભાગ ને ફાડી મોત નિપજાવી નાસી ગયો હતો.

સવારે જાણ થતાં ગીર ગઢડા ૧૦૮એમબ્‍યુલન્‍સ ને જાણ થતા ડો.જગદીશ ભાઈ મકવાણા અને પાઇલોટ ભરત ભાઈ બારડ ઘટના સ્‍થળે પહોંચી મળત દેહ ને ગીર ગઢડા હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યો હતો. આ અંગે ગીર પૂર્વ વન વિભાગ ની જશાધાર ગીર વનકચેરી ને જાણ થતા આર. એફ.ઓ.એલ.બી. ભરવાડ, નવાબંદર ફોરેસ્‍ટર એસ.ડી. બારોટ સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે પહોંચી અને માનવ ભક્ષિ દીપડા ને પકડવા પાંજરૂ ગોઠવી પકડવા તજવીજ હાથ ધરી છે.

(12:04 PM IST)