તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 11th July 2024
પૂ. મહંત સ્વામીની જોડિયાના ભાદરામાં પધરામણી
પૂ.ગુણાતીતાનંદન સ્વામી જન્મસ્થાન બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ૧૮મી સુધી દર્શન આર્શિવચનનો લાભ આપશે

વાંકાનેર,તા.૧૧ : જામનગર જિલ્લાના જોડિયાથી સાત કિલોમીટર દૂર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ખાતે સંસ્થાના પ્રગટ બ્રહ્મ સ્વરૂપશ્રી મહંત સ્વામી મહારાજએ પધરામણી કરી. આગમન થતા હરી ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહયો છૅ અનેક જગ્યાએથી સંતો પણ પધાર્યા છૅ પ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપશ્રી મહંત સ્વામી મહારાજના દર્શન સત્સંગ પૂજાના દર્શનનો લ્હાવો મળશે તા, ૧૨ જુલાઈના શુક્રવારના સવારે ૫:૩૦ થી ૬:૪૫ આદર્શ જીવન સ્વામીની પ્રાતઃ કથા સવારે ૬:૪૫ થી ૮ સ્વામીશ્રીની પૂજા સવારે ૯ થી ૧૧ સભા સાંજે સમીપ દર્શન ( જામનગર ક્ષ્રેત્ર ) તા, ૧૩ જુલાઈ શનિવારે સવારે ૫:૩૦ થી ૬:૪૫ પૂજ્ય આદર્શ જીવન સ્વામીશ્રીની પ્રાતઃ કથા સવારે ૬:૪૫ થી ૮ સ્વામીશ્રીની પૂજા સવારે ૯ થી ૧૧ સદ્દભા સાંજે સમીપ દર્શન ( ભાદરા ક્ષેત ૧, ૨ ) તા, ૧૪ જુલાઈ રવિવારના સવારે ૫:૩૦ થી ૬:૪૫ પૂજ્ય આદર્શ જીવન સ્વામીશ્રીની પ્રાતઃ કથા સવારે ૬:૪૫ થી ૮ સ્વામીશ્રીની પૂજા સવારે ૯ થી ૧૧ તુલસી તુલા સાંજે ૫ થી ૮ રવિ સભા તથા પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ તા, ૧૫ જુલાઈ મહિલા દીન તા, ૧૬ જુલાઈ મંગળવાર સવારે ૫:૩૦ થી ૬:૪૫ પૂજ્ય આદર્શ જીવન સ્વામીની -ાતઃ કથા સવારે ૬:૪૫ થી ૮ સ્વામીશ્રીની પૂજા સવારે ૯ થી ૧૧ સભા ૧૭ જુલાઈ વિરામદીન તા, ૧૮ જુલાઈના ગુરૂવારના રોજ હજારો ભક્તજનોની વચ્ચેથી બોચાસણ જવા વિદાય લેશે.
ભાદરામા ગુણાતીતનગરમા આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન છૅ આ પાવન ભૂમિમા પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ શ્રી યોગીજી મહારાજ તથા બ્રહ્મ સ્વરૂપશ્રી -મુખ સ્વામી મહારાજ અવાર નવાર પધારતા હતા ભવ્ય શિખર સાથે મંદિર આવેલ છૅ ભાદરાના આગણે પ પૂજ્ય -ગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજશ્રી પધાર્યા છૅ તો તેમની પાવનકારી ઉપસ્થિતિમા દર્શન સત્સંગનો લાભ લેવા પધારવા સાધૂ ધર્મકુંવરદાસ ( કોઠારી સ્વામીશ્રી ) શ્રી સ્વામિનારાયણ મંદિર ( ગુણાતીતનગર ) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
