તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Thursday, 11th July 2024
લોધીકાના મોટાવડા સેવા સહકારી મંડળીની સામાન્ય સભા નરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઇ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૧૧ : લોધીકા તાલુકાના મોટાવડા સેવા સહકારી મંડળીની સામાન્ય સભા રા.લો. સંધના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ જેમાં સહકારી ક્ષેત્રના પીઠ આગેવાન જેમને વર્ષો સુધી મોટાવડા સેવા સહકારી મંડળી ના પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળી હંમેશા ખેડૂતો ના હિતમાં નિર્ણય લીધા તેવા પૂર્વ પ્રમુખ કનકસિંહ જાડેજા જેનુ સહકારી મંડળીની પ્રગતિ માં ખુબ જ મોટુ યોગદાન છે તેમનું તમામ ખેડૂત આગેવાનો એ સાલ ઓઢાડી સન્માન કરેલ તેમજ નવા નિમાયેલા યુવા ખેડૂત આગેવાન મંડળીના પ્રમુખ પરાક્રમસિંહ જાડેજા તેમજ ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર ને સર્વે ખેડૂતો એ અભિનંદન પાઠવ્યા હતા.
મેટોડા જીઆઇડીસી એસોસીએશન પ્રમુખ તેમજ ખેડુત ખાતેદાર નરેન્દ્રસિંહ જાડેજા વેલુભા જાડેજા ભીમસિહ જાડેજા મંગળસિહ જાડેજા પરાકમસિહ જાડેજા ગુલાબસિંહ જાડેજા કુંવરજીભાઇ વસોયા નરેન્દ્રસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા કનકસિંહ જાડેજા ઉમેશભાઈ પાભર કેશુભાઈ પાભર પોપટભાઈ પાભર સુજાન સિંહ જાડેજા વિક્રમસિંહ જાડેજા રધુભા જાડેજા મેટોડા જીઆઇડીસી આર.ડી.સી બેંક મેનેજર કે.પી. જાડેજા સહકારી મંડળી ના મંત્રી એ બેંક ની વિવિધ યોજનાઓ ધિરાણ ક્ષેત્રે અને ખેડૂત વિમા યોજના માં બેકનો અભિગમ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા દ્વારા વિઠ્ઠલભાઈના નકક્ષે કદમ પર ખેડૂતો ના હિતમા થયો રહેલ કામગીરી ની વિસ્તળત માહિતી આપેલ તેમજ બાબુભાઈ પાભર સહિત ના ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ સહકારી મંડળીના ગત વર્ષેના હિસાબો રજુ કરવામાં આવેલ હતા.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
