News of Thursday, 11th July 2024
ભાવનગરમાં ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટની હત્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧: ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા પંકજભાઈ નટુભાઈ જોશી શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ગીરીશભાઈ છગનભાઇ ચુડાસમાના ઘરે લોનના હપ્તાના પૈસા લેવા માટે ગયા હતા ત્યારે કોઈ બાબતે ગિરીશ ચુડાસમાએ ઉશ્કેરાઈ જઈને છરીનો એક ઘા પંકજભાઈના પેટના ભાગે ઝીંકી દેતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પંકજભાઈ નટુભાઈ જોશીએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી છરી વડે હુમલો કરનાર ગિરીશ છગનભાઈ ચુડાસમા (રહે. હાદાનગર, ભાવનગર ) અને વિજય ઉર્ફે નાગ લાલજીભાઈ બાલધીયા ( રહે.જેસર ) ની ધરપકડ કરી હતી.
છરી વડે કરવામાં આવેલ હુમલામાં ઇજાગ્રસ્ત પંકજભાઈ નટુભાઈ જોશીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થતા આ બનાવ હત્યામાં પરિણમ્યો છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
