<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

વાંકાનેરના માટેલની સીમમાં દુકાનમાંથી દારૂ-બિયરના જથ્‍થા સાથે હિતેષ પકડાયો

ગોપાલ ગીંગોરાનું નામ ખુલ્‍યું: એલસીબીએ ૧.પ૬ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ અને દારૂ-બિયરનો જથ્‍થો નજરે પડે છે. (તસ્‍વીરઃ લિતેશ ચંદારાણા-વાંકાનેર)

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૧: એલસીબીની ટીમે વાંકાનેર તાલુકાનાં માટેલની સીમમાં આવેલ કયુરો વીટ્રીફાઇડ પાછળ દુકાનમાં દારૂની રેડ કરી ઇંગ્‍લીશ દારૂની ૬૪૬ બોટલો અને બીયર ૧ર૦ ટીન સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે.

એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ એમ. પી. પંડયાની સૂચના મુજબ પીએસઆલઇ કે. એચ. ભોચીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે મળેલ હકિકત આધારે માટેલ ગામની સીમમાં લાકડધાર જતા રસ્‍તે કયુરો વીટ્રીફાઇડ સીરામીક પાછળ આવેલ વાડીના સેઢે હીતેષ ખીમજીભાઇ ચાવડાની કબજા વાળી દુકાનમાં દારૂની રેડ કરતા દારૂ અને બીયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

પોલીસે આરોપી હીતેષ ખીમજીભાઇ ચાવડા (ર૧) રહે. માટેલ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં ગોપાલભાઇ ગીંગોરા રહે. ઢુવા વાંકાનેર વાળાનું નામ સામે આવ્‍યું હતું. પોલીસે અલગ અલગ બ્રાન્‍ડની ઇંગ્‍લીશ દારૂની ૬૪૬ બોટલો અને બીયર ૧ર૦ ટીન અને એક મોબાઇલ સહિત કુલ ૧,પ૬,ર૦૦નો મુદામાલ કબજે કર્યો છે અને બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્‍ટેશને ગુનો નોંધાયેલ છે.

(11:37 AM IST)