તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 11th July 2024
સવારે ઉપલેટામાં ર ઇંચઃ મોડપરમાં ૩: સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટા
માત્ર હાલારના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યોઃ સમાણા, પરડવા-બે, મોટા ખડબા, વાંસજાળીયા, લૈયારા, જામવણથલીમાં ૧ ઇંચ

ધોરાજીમાં સવારે અડધો ઇંચ વરસ્યોઃ ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આ અડધો ઇંચ વરસાદ થયો છે. ખેડૂતોએ પોતાની વાડીખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળનું વ્યાપક વાવેતર થયેલ છે ફરી સારો વરસાદ થતા પાકને ફાયદો થયેલ છે. ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં નદીનાળા અને ચેક ડેમોમાં આવતા ફરી ઓવરફલો થયેલ છે. (તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી) (૨૨.૧૪)
રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાન સાથે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. ધીમે - ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે. અને વરસાદ વરસતા ડેમ, ચેક ડેમ, નદી, નાળા તળાવોમાં નવા નીર આવ્યા છે જેના કારણે કુવા, બોરના તળ પણ ઉંચા આવ્યા છે.
સોમવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલ્ટો આવ્યો છે થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી વાતાવરણ છવાતા ખેડૂતોના હૈયે ટાઢક છવાઇ ગઇ છે.આજે સવારે ઉપલેટામાં ર ઇંચ ધોરાજીમાં અડધો ઇંચ તથા જેતપુરમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે. અને જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડયો છે.
જામનગર
જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીના અહેવાલ મુજબ હાલારના ગ્રામ્ય વિસ્તારમાં કાલે વરસાદ રહ્યો હતો. જે નીચે મુજબ છે.
જેમાં જામનગરના જામવંથલી ૨૨ મીમી, ધ્રોલના જાલીયા દેવાણી ૪ મીમી, લૈયારા ૨૨ મીમી, કાલાવડના નિકાવા ૩ મીમી, ખરેડી ૨ મીમી, મોટા વડાળા ૧૫ મીમી, ભલસાણ બેરાજા ૧૦ મીમી, જામજોધપુરના સમાણા ૫૩ મીમી,વાસંજાળીયા ૨૮ મીમી, જામવાડી ૧૦ મીમી, ધુનડા ૧૫ મીમી, પરડવા ૪૮મીમી, લાલપુરના ભણગોર ૬ મીમી, મોટા ખડબા ૨૬ મીમી, તથા મોડપરમાં ૭૨મીમી વરસાદ નોંધાયો હતો.
બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનનસ વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૮, મહતમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૮૮% પવનની ગતિ ૧૬.૪ કિ.મી. રહી હતી.
જામનગરમાં ધ્રોલ, કાલાવડ, અને લાલપુરમાં ઝાપટા વરસ્યા છે.
ટંકારા
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ ટંકારામાં દોઢ ઇંચ તથા મોરબીમાં ઝાપટા રૂપે વરસાદ પડયો છે.
જૂનાગઢ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ માળીયાહાટીનામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જ્યારે મેંદરડા, કેશોદ, માંગરોળમાં ઝાપટા પડયા છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
