News of Saturday, 6th July 2024
પોરબંદરમાં દેવતણખીબાપા અને લીરલ માતાજી ધામમાં અષાઢી બીજ મહોત્સવ
આવતીકાલે સવારે ધ્વજારોહણ બાદ શોભાયાત્રા : સર્વરોગ નિદાન તથા બ્લડ ડોનેશન કેમ્પ : બહેનો માટે રાસગરબાઃ મહાપ્રસાદ : સંતવાણી-લોકડાયરો અતિથિ વિશેષ પદે ડો. મનસુખભાઇ માંડવીયા, જગદીશ પંચાલ, અર્જુનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખીરીયા ઉપસ્થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬ : સમસ્ત લુહાર પંચાલ સમાજ દ્વારા સંતશ્રી દેવતણખી બાપા તથા લીરલ માતાજી બોખીરા ધામ ખાતે આવતીકાલે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરેલ છે.
આ અષાઢી બીજ મહોત્સવ સવારે ધ્વજારોહણ બાદ શોભાયાત્રા નીકળશે. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓને સન્માન સમારોહ રાખેલ છે. સવારે ૯ થી સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તથા સગપણ પસંદગી મેળો અને શૈક્ષણીક માર્ગદર્શન કાર્યક્રમ રાખેલ છે.
બપોરે ર.૩૦ વાગ્યાથી સંતવાણી, કાર્યક્રમો દરમિયાન સવારે ૧૧.૦૦ થી મહાપ્રસાદનું આયોજન કરેલ છે. સાંજે ૭.૦૦ કલાકે બહેનો માટે રાસ ગરબા યોજાશે. રાત્રે ૧૦.૦૦ વાગ્યે રામદેવ પીરનો પાઠ તથા લોકડાયરો યોજાશે.
અષાઢી બીજ મહોત્સવમાં અતિથિ વિશેષ પદે કેન્દ્રીય કેબીનેટ મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, રાજયમંત્રી જગદીશભાઇ પંચાલ, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, પુર્વ કેબીેનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, રામદેવભાઇ મોઢવાડીયા, પાલીકા પ્રમુખ ચેતનાબેન તિવારી, કેશુભાઇ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ પટેલ વિગેરે ઉપસ્થિત રહેશે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
