તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 3rd July 2024
મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્શને પાસા તળે ભાવનગર જેલ ધકેલાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ પાસા વોરંટની બજાવણી કરતા પાસા હેઠળ ડીટેઈન કરી ભાવનગર જીલ્લા જેલહવાલે કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુનામાં સંડોવાયેલ તુલસી હસમુખ કોળી (રહે પંચાસર રોડ, રાજનગર મૂળ રહે ખાખરેચી તા. માળિયા વાળા) નું પાસા વોરંટ ઈશ્યુ કર્યું હોય જેથી એલસીબી ટીમે સામાવાળા તુલસી હસમુખ શંખેશરીયા (ઉ.વ.૩૨) વાળાને પાસા એક્ટ તળે તેને રહેણાંક મકાનેથી ડીટેઈન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
