<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

વિકાસ વિદ્યાલયની બાળાઓને ભાવતા ભોજન જમાડી પ્રેરક ઉજવણી કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જીલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતુ.
આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે. એસ. અમૃતિયા, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગર સદાતિયા જીલ્લા ભાજપ મંત્રી નીરજ ભટ્ટ, જીલ્લા ભાજપ અનુસુચિત મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર,જીલ્લા ભાજપ મહિલા મોરચા, શહેર ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ હોદ્દેદારો સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેઠાભાઈ મિયાત્રા દ્વારા સાંજના સમયે મોરબી વિકાસ વિદ્યાલયની બાળાઓને ભાવતા ભોજન જમાડી પોતાના જન્મદિનની સવિશેષ ઉજવણી કરી હતી.

(12:51 AM IST)