તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 3rd July 2024
મોરબીના ધૂળકોટ ગામે પુલ પાસે આરસીસી દીવાલ ઘસી પડી, ગ્રામજનોમાં રોષ ભભૂક્યો
બે ત્રણ વર્ષ પૂર્વે જ બનેલી દીવાલ તૂટી પડી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી પંથકમાં બે દિવસથી મેઘો મહેરબાન થયો છે અને સારો વરસાદ વરસી રહ્યો છે જોકે તંત્રના પાપે અનેક સ્થળોએ મેઘ મહેર મેઘ કહેર સાબિત થઇ રહી છે જેમાં ધૂળકોટ ગામમાં પુલ પાસે બનેલ આરસીસીની દીવાલ તૂટી પડી છે જેથી રસ્તો બંધ થયો છે તો ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના ધૂળકોટમાં પુલ પાસેની આરસીસી દીવાલ ધરાશાયી થઇ હતી જેને પગલે ધૂળકોટથી કોયલી, ગજડી, લતીપરથી ધ્રોલ અને રાજકોટને જોડતો રોડ બંધ થયો છે આ પુલ પરની દીવાલ બે થી ત્રણ વર્ષ પૂર્વે લાખોના ખર્ચે બનાવવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને આટલા ટૂંકા ગાળામાં લાખોના ખર્ચે બનેલ દીવાલ તૂટી પડતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે હલકી ગુણવત્તા ને ભ્રષ્ટાચારને કારણે દીવાલ તુત્યનો આક્રોશ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો ધૂળકોટના ખેડૂતોની એક હજાર હેક્ટર જમીનમાં હવે વાવેતર કરવામાં પણ જોખમ ઉભું થશે તેમ પણ ખેડૂતો જણાવી રહ્યા છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
