<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

મોરબી: બગથળાથી ખખરાળા રોડ પરની કેનાલમાં પડ્યું મોટું ગાબડું, તંત્ર અજાણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના બગથળાથી ખાખરાળા રોડ પર આવેલી કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જો કે આ મામલે તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે.

   સ્થાનિક યોગેશભાઈના જણાવ્યા પ્રમાણે બગથળાથી ખાખરાળા વચ્ચે કેનાલની સાયફનમાં કચરો ભરાઈ જતાં દોઢ ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. આ ગાબડું પડતાં આસપાસના સાતેક જેટલા ખેતરોમાં પાણી ભરાયા છે. આ અંગે મચ્છુ-2 ડેમના અધિકારી વિશાલ પટેલ સાથે વાતચીત કરતાં તેઓ આ વાતથી અજાણ હોવાનું અને આ અંગે જરૂરી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


 

(11:17 PM IST)