તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ઉમિયાસાગર ડેમ છલકાયોઃ મોડી રાત્રે ૧ દરવાજો ખોલાતા ૬ ગામોને ચેતવણી

રાજકોટ તા.૨: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલો ઉમિયા સાગર ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી રાત્રે ૧૦.૧૫ વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો છે, આથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ, ખારચીયા, ચરેલીયા, રાજપરા અને રબારીકા તથા જામજોધપુર તાલુકાના સીદસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલમિલકત તથા ઢોરઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અધિક્ષક ઇજનેરશ્રી, રાજકોટ સિંચાઈ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
