<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

વેરાવળ સોમનાથમાં એક ઇંચ વરસાદમાં મુખ્‍ય બજારો, સોસાયટી વિસ્‍તાર પાણી પાણી

લાખો રૂપીયાનો ખર્ચ પાણીમાં ગયોઃ ગટરો જામઃ નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં ૧૨ કલાક માં ફકત એક ઈંચ વરસાદ પડતા મુખ્‍ય બજારો સોસાયટી વિસ્‍તાર હાઈવ ઉપર પાણી ભરાઈ ગયેલ હતા. લાખો રૂપીયાનો ખર્ચો પાણી માં ગયેલ છે ગટરો જામ થઈ જતા નીચાણવાળા વિસ્‍તારામાં પાણી ભરાયેલ છે વેરાવળ સોમનાથ બાપયાસ રોડ પાણીથી છલોછલ થઈ જતા વાહન ચાલકોને ભારે મશ્‍કેલી સર્જાય છે.

વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં સવારે ૫ વાગ્‍યા થી સાંજે ૫ વાગ્‍યા સુધી માં ૨૬ મીમી વરસાદ પડેલ છે જેથી નગરપાલિકાની વરસાદ પહેલાની કામગીરી ના દાવાઓ ખુલ્લા પડેલ છે લાખો રૂપીયાનો ખર્ચો ફક્‍ત કાગળ ઉપર થયેલ હોવા તેવા ખુલ્લેઆમ આક્ષેપ થયેલ છે મોટો ભષ્‍ટ્રાચાર થયેલ હોય બસ સ્‍ટેન્‍ડ રાજેન્‍દ ભવન રોડ ઉપર બંને સાઈડ પાણી ભરાયેલ છે મુખ્‍ય બજાર સુભાષ રોડ, ગાંધી રોડ, સટા બજાર, તપેશ્વર મંદિર રોડ માં પાણી પાણી થઈ ગયેલ છે અનેક સોસાયટી વિસ્‍તારમાં પગપાળા ચાલીને જઈ શકાય તેમ નથી નીચાણવાળા વિસ્‍તારોમાં ગટરો જામ થઈ જતા પાણી રોડ ઉપર આવી ગયેલ છે વેરાવળ સોમનાથ બાયપાસ રોડ પાણીથી છલોછલ ભરાઈ ગયેલ છે પ્રભાસપાટણના ગુલાબ નગર શાંતિનગર સહીતની સોસાયટીઓમાં મકાનોમાં પાણી ઘુસી ગયેલ છે આ વિસ્‍તારમાં કયારેય ગટરો સાફ થયેલ નથી તેમ રહેવાસીઓએ જણાવેલ હતું ફકત એક ઈચ વરસાદમા આખા શહેરમાં પરીસ્‍થીતી ખુબજ ખરાબ થયેલ છે જેથી જીલ્લા કલેકટર નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે પગલા લેવા જોઈએ તેવી માંગ કરાયેલ છે.

સુત્રાપાડા વિસ્‍તારમાં

ત્રણ ઈચ વરસાદ

સુત્રાપાડા વિસ્‍તારમાં સવારે ૬ વાગ્‍યા થી સાંજે ૬ વાગ્‍યા સુધીમાં ૭૧ મીમી વરસાદ પડેલ છે જેથી ખેતરોમાં પાણી આવેલ છે વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમાં હર્ષ ફેલાયેલ છે.

સુત્રાપાડા વિસ્‍તારના ૪૮ ગામોમાં ૧૨ કલાક થી સતત વરસાદ વરસી રહેલ છે જેથી આ વિસ્‍તારના તમામ ખેતરોમાં પાણી ભરાયેલ છે વાવણી લાયક વરસાદ થતા ખેડુતોમાં ભારે હર્ષ ફેલાયેલ છે.(

(2:14 PM IST)