તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
જૂનાગઢના ડુંગરપુર પાતાપુરમાં પાણી ઘુસી જતા લોકોનો ચક્કાજામ
ગ્રામજનોએ વાહનો રોકતા ટ્રાફિકજામ થયો

(વિનુ જોશી દ્વારા) : જુનાગઢ તા.ᅠ ૨ : જૂનાગઢના ડુંગરપુર પાતાપુરમાં પાણી ઘુસી જતા લોકોએ ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.ᅠ
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે જુનાગઢ તાલુકાના ડુંગરપુર અને પાતાપુર ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.ᅠ
ગ્રામજનોના ઘર સુધી પાણી આવી જતા આજે સવારે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કા જામ કર્યો હતો તેના પરિણામે રોડ પર ટ્રાફિક જામ થઇ થઈ જતા તાલુકા પોલીસે દોડે છે અને મામલો થાળે પાડ્યો હતો.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
