તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ટંકારા ઉપર પ્રારંભથી જ અમીદ્રષ્ટિ રાખતા મેઘરાજા
ચોમાસાની શરૂઆત બાદ હવે જુલાઇના પ્રારંભે પણ દે ધનાધન ૩ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી...પાણી...

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૨ : ટંકારા ઉપર શરૂઆતથી જ અમીદ્રષ્ટિ રાખી હોવાનુ પ્રમાણ આપી ચુકેલા મેઘરાજા સોમવારે જુલાઈની શરૂઆતમાં ઓળઘોળ થઈ દે ધનાધન ત્રણ ઈંચ મુશળધાર મહેર કરી પાણી પાણી કરી દિધું હતું.
ટંકારા તાલુકા ઉપર આ વખતે મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ શરૂઆતથી જ અમીદ્રષ્ટિ રાખી હોય એવા એંધાણ મેઘ મહેર પરથી વરતાઈ રહ્યા છે. જુન મહિનાના ગત અઠવાડિયે પધરામણી કર્યા બાદ લગભગ દરરોજ ધીમુ અને ધીંગુ આકાશી હેત વરસી રહ્યું છે. ચાર દિવસથી જાનમાલને આંચ ન આવે એવો વરસાદ વરસી રહ્યો છે. આજે જુલાઈના આરંભે સોમવારે સવારથી બપોરના બાર વાગ્યા સુધીમા અડધો ઈંચ જેટલો રીમઝીમ વરસી જન જનને મોજ કરાવ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી પોરો ખાઈ વરૂણદેવે ફરી દયાનંદનગરીને મન મુકીને મુશળધાર હેત વરસાવી જોતજોતામા વધુ અઢી ઈંચ (૫૯ મીમી) સરકારી ચોપડે આંકડા લખાવી દીધા હતા. આમ, સોમવારે ત્રણ ઈંચ (૭૨ મીમી) વરસાદ નોંધાયો હતો.
છેલ્લા ચાર દિવસથી સતત આકાશેથી ધીમીધારે ઉતરી ધરતી માતાને આલિંગન આપી રહ્યા છે. મેઘરાજાએ રાબેતા મુજબ સવારથી જ પધરામણી કરી હાજરીનું પ્રમાણ આપી દીધા બાદ મોડી સાંજે પોતાના આકરા મિજાજનો પરીચય આપી માત્ર એક કલાકમા પંથકને ધમરોળી નાખ્યુ હતુ. અને દયાનંદનગરીમાં મેઘાએ ડેરાતંબુ તાણ્યા હોય એવુ લાગી રહ્યુ છે.(
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
