News of Tuesday, 2nd July 2024
૨૪ કલાકમાં પ્રશ્નનો ઉકેલ ન આવે તો રસ્તા રોકો આંદોલનઃ આત્મવિલોપનની ચીમકીથી ખળભળાટ
ધ્રોલના જોડીયા રોડ પર વરસાદી પાણીના નિકાલની ભેજામારીઃ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વેપારીઓની રજુઆત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૨: ધ્રોલના ગાંધીચોક નજીક આવેલ જોડિયા રોડ પર દર વર્ષે વરસાદી પાણીના નિકાલ ની ભેજામારી થી સ્થાનિક દુકાનદારો થાકી ગયા છે.
દર વર્ષ પાણીના પ્રશ્નો વારંવાર રજૂઆત કરી પણ ઉકેલ નથી અગાઉ આવેદનપત્ર આપી રજૂઆત કરી છતા પ્રશ્નનો નિકાલ આવ્યો નથી.
રાજકીય નેતાઓને અનેક વખત દુકાનદારો દ્વારા રજૂઆત કરવા છતાંય પ્રશ્નનો કોઈ જ નિરાકરણ ન આવતા આખરે જોડીયા રોડ પર આવેલ દુકાનદારો ધ્રોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગ કરી છે જો ૨૪ કલાકની અંદર પાણી નિકાલ નહીં કરવામાં આવે તો આવતીકાલે સાંજે ૪ વાગ્યે જોડિયા રોડ ચક્કાજામ કરવામાં આવશે છતાં વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી આવેદન પત્ર પાઠવ્યુ હતું.
જેસીબીની મદદથી પાણી નિકાલ કામગીરી શરૂ
વેપારીઓની રજૂઆતના પગલે ધ્રોલ મામલતદાર તન્વીબેન ત્રિવેદી જોડિયા રોડ પર પહોંચ્યા હતા. તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે જેસીબી સહિતની મદદથી પાણીની નિકાલ અને સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી મામલતદાર તન્વીબેન ત્રીવેદી તસ્વીર મા નજરે પડે છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
