તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
કુતિયાણામાં સર્વત્ર જળબંબાકાર: 16 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો :લોકોને ભારે હાલાકી
કુતિયાણ- માણાવદર રસ્તો બંધ : અમીપુર, કાલીન્દ્રી, ખંભાળા, ખોદળા, સારણ, રાણા, ખીરસરા, મેઢાકીક, બરડાસાગર અને ભાદર ડેમમાં પણ વરસાદી પાણીની આવક :બાંટવા ખારા ડેમના 6 દરવાજા ખોલતા કુતિયાણાના ચાર ગામોને એલર્ટ

પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 3 થી 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે તો બીજી બાજી ચૌટા નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા કુતિયાણ- માણાવદર રસ્તો બંધ છે. બાંટવા ખારા ડેમના 6 દરવાજા ખોલતા કુતિયાણાના ચાર ગામોને એલર્ટ કરાયા છે.
જિલ્લામાં રવિવાર રાત્રિથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે 12 વાગ્યાથી સમગ્ર જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જે સોમવારે બપોરે 4 વાગ્યા સુધી કુતિયાણામાં 203 મીમી, પોરબંદરમાં 69 મીમી, રાણાવાવમાં 115 મીમી, વરસાદ ખાબક્યો હતો. સતત સાંબેલાધાર વરસાદથી રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી. સમગ્ર જિલ્લામાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ઉપરવાસમાં સારા વરસાદથી અમીપુર, કાલીન્દ્રી, ખંભાળા, ખોદળા, સારણ, રાણા, ખીરસરા, મેઢાકીક, બરડાસાગર અને ભાદર ડેમમાં પણ વરસાદી પાણીની આવક થઈ હતી. બરડા ડેમમાં 0.44 ટકા અને સારણ ડેમમાં 72 ટકા, તેમજ અમીપુર ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
