તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
કચ્છના કાંઠાળ વિસ્તારોમાં બે થી અઢી ઇંચ : લખપતમાં મીની વાવાઝોડુ : ડેમ તળાવોમાં નવા નીર
ભારે વરસાદની ચેતવણી વચ્ચે કચ્છમાં એનડીઆરએફની ટીમ તૈનાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : આ વખતે કચ્છી નવા વરસ અષાઢી બીજ પૂર્વે જ જેઠ મહિને સમગ્ર કચ્છ જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. આજે અને આવતીકાલે કચ્છમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. ત્યારે જિલ્લામાં તકેદારીના ભાગરૂપે એનડીઆરએફ ની ટીમ તૈનાત છે.
ગઇકાલે કચ્છના કાંઠાળ વિસ્તારો અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, અંજાર અને ગાંધીધામમાં સરેરાશ બે થી અઢી ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે લખપત તા.ના નાની છેર, શિણાપર, ખેંગારપરના ઘરોના છાપરા ઉપરાંત છેર વીજ સબસ્ટેશનના પતરા ઉડયા હતા
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
