તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
કચ્છમાં આયોજનપૂર્વક ચાલતી લવ જેહાદ : હિન્દુ સંગઠનનો ખળભળાટ સર્જતો આક્ષેપ
તાજેતરમાં જ ૫ બનાવો : વિધર્મી યુવાનોને લવ જેહાદ બાદ ટેકો, આશરો : સગીર દીકરીઓ ભોગ બન્યાની ફરિયાદ બાદ પણ પોલીસ નિષ્ફળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : સરહદી દ્વષ્ટિએ સંવેદનશીલ એવા કચ્છ જિલ્લાની ઓળખ કોમી એકતા છે ત્યારે કોઈ સમાજ દ્વારા અન્ય સમાજ સાથે એવી કોઈ ઘટના ન બનવી જોઈએ જેથી શાંતિને અસર પહોંચે. હિન્દુ સમાજના આગેવાનોએ આ રજૂઆત સાથે કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કચ્છમાં આયોજનપૂર્વક લવ જેહાદ ચાલતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરી આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવા માંગણી કરી છે.
પોલીસ તંત્ર ઉપર નિષ્ફળ કામગીરીનો આક્ષેપ કરતાં હિન્દુ સંગઠન દ્વારા તાજેતરમાં જ બનેલા પાંચ બનાવોની લેખિત રજૂઆત કરાઈ છે.
તાજેતરમાં મિરઝાપર, નાડાપા, ઝુરા ગામની સગીર દીકરીઓને વિધર્મી યુવાનો ભગાડી ગયા છે. બે મહિના પહેલા રાપર તા. ની દીકરી, તેમ જ મુન્દ્રા તા.ના ભોરારા ગામની દીકરીને વિધર્મી યુવાનો ભગાડી ગયેલ. જેમાં એક માત્ર ભોરારા ગામની દીકરી સામાજિક પ્રયાસો બાદ માંડ બે મહિને પરત મળેલ. અન્ય ૪ બનાવોમાં પોલીસ ફરિયાદ બાદ પણ હજી કોઈ દીકરીનો પત્તો મળ્યો નથી.
હિન્દુ સંગઠને આક્ષેપ કર્યો છે કે, અહીં થી હિન્દુ યુવતીને ભગાડી જનાર વિધર્મી યુવાનને અન્ય રાજયોમાં સહેલાઈથી આશ્રય મળી રહે છે. વખતોવખત બનતા આવા બનાવોમાં પોલીસ સ્થાનિકે તેમ જ રાજય બહાર લવ જેહાદીઓને મદદગારી કરનાર તત્વો સામે પૂર્ણ તપાસ કરી કડક કાયદાકીય પગલાં ભરે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
