તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
હાલારમાં સર્વત્ર વરસાદઃ સમાણા-૪, મોટી ભલસાણ, વાંસજાળીયા-૩ાા, બાલંભા અને ધ્રાફામાં ૩ ઇંચ પડી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર :.. હાલાર ઉપર મેઘો રીઝી ગયો હોય તેમ ગઇકાલે પણ આખો દી' છૂટો છવાયો વરસાદ સર્વત્ર રહ્યો હતો. જેમાં પણ સમાણા-૪, મોટી ભલસાણ, વાંસજાળીયા-૩ાા, બાલંભા અને ધ્રાફામાં ત્રણ ઇંચ પાણી પડી ગયું હતું.
જેમાં જામનગરના વસઇ ૧૯, લાખાબાવળ ૧પ, મોટી બાણુગાર ૬૩, ફલ્લા ૩પ, જામવંથલી રપ, મોટી ભલસાણ ૯૦, અલીયાબાડા ૩૦, દરેડ ૪૦,
જોડીયાના હીયાણા ૬પ, બાલંભા ૭ર, પીઠડ ૧૭,
ધ્રોલના લતીપુર ૦, જાલીયાદેવાણી ૯, લૈયારા ૭,
કાલાવડના નિકાવા ૫, ખરેડી ૧૮, મોટા વડાળા ૭, ભલસાણ બેરાજા ૧પ, નવાગામ ૩૦, મોટા પાંચદેવડા ૪૮,
જામજોધપુરના સમાણા ૯૭, શેઠ વડાળા પપ, જામવાડી ૪૪, વાંસજાળીયા ૯૦, ધુનડા ૪૭, ધ્રાફ ૭૦, પરડવા ૩પ,
લાલપુર પીપરટોડા ર૮, પડાણા ૬૦, ભણગોર પર, મોટા ખડબા રપ, મોડપર ૬ર, હરીપર ૩પ મી. મી. વરસાદ નોંધાયો હતો.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
