તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલાયો :મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
હાલમાં કુલ બે ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે:મચ્છુ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જાવક

મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલાયો છે. ગઈકાલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો, ત્યારે હવે અત્યારે કુલ બે ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં મચ્છુ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જાવક છે.
મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે. મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુર ગઢ, સોખડા તેમજ માળીયા મીયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળીયા મીયાણા, હરીપર, ફતેપર ગામોને એલર્ટ અપાયું.છે
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
