તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃક્ષારોપણ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : એક વૃક્ષ “મા” કે નામ અભિયાન અંતર્ગત આજ રોજ તારીખ 29 જૂને લખધિરસિંહજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા વૃદ્ધાશ્રમમાં મોરબી શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખ આરતીબા રાણા અને કારોબારી સભ્ય સરલાબેન રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી આ વૃક્ષનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
