તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
મોરબીના ત્રાજપરમાં બે જગ્યાએ જુગાર રમતી ત્રણ મહિલા સહિત કુલ સાત પકડાયા.
સીટી બી ડિવિઝન પોલીસે જુગારના બે દરોડા પાડ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર વિસ્તારમાં જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં જાહેરમાં પાના ટીચી જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહિત સાત જુગારીઓને પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જુગારના પ્રથમ દરોડામાં પોલીસે ત્રાજપર ચોરા વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં પાના ટીચતા આરોપી (૧) ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી (૨) વિવેકભાઇ ઉમેશભાઇ સોલંકી (૩) જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા (૪) હંસાબેન કેસાભાઇ વરાણીયા અને (૫) શારદાબેન કાંતીલાલ પાડલીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૦,૭૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ગામના અવેળા નજીક જાહેરમાં તીનપતિ રમી રહેલા આરોપી સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા અને ફિરોજ ઇસ્માઇલભાઈ બ્લોચ નામના શખ્સને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૨૭૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
