તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
મોરબીમાં પ્રેમિકાનો પીછો કરનારને સમજાવવા જતા યુવાનને માર મારી ધમકી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં એક યુવાનની પ્રેમિકાનો પીછો એક ઇસમ કરતો હોય જેથી પીછો ના કરવાનું કહેતા સામાન્ય બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી બે ઇસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી કબીર ટેકરી શેરી નં ૨ માં રહેતા રેહાન આરીફ અજમેરી નામના યુવાને આરોપીઓ મહેમુદ અબ્દુલ ઘાંચી રહે મકરાણીવાસ મોરબી અને ધવલ રાવલ રહે ભવાની ચોક મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે રેહાનને આરજુ નામની છોકરી સાથે પ્રેમસંબંધ હોય અને આરોપી મહેમુદ ઘાંચી આરજુનો પીછો કરતો હોય જેથી યુવાને ત્રણ દિવસ અગાઉ આરજુનો પીછો કરવાની ના પાડી હતી જેથી બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી અને બંને જતા રહ્યા હતા
બાદમાં તા. ૨૭ જુનના રોજ રાત્રીના નવેક વાગ્યે સિપાઈવાસ પાસે ચંપલવાળાની દુકાન પાસે રેહાન અને તેનો મિત્ર અનીસ બેઠા હોય ત્યારે બંને આરોપીઓ બાઈકમાં આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી અને પેટના ભાગે છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
