તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
મોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, ટંકારામાં દોઢ-વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જીલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે મોરબી જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં ટંકારામાં વધુ દોઢ ઇંચ જયારે વાંકાનેર માં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો
મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે બપોરે સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી જેમાં સવારથી સાંજ સુધીમાં મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં ૦૫ મીમી, માળિયા તાલુકામાં ૦૩ મીમી, વાંકાનેરમાં ૩૦ મીમી, ટંકારામાં ૩૭ મીમી અને હળવદમાં ૦૭ મીમી વરસાદ વરસ્યો હતો મોરબી જીલ્લામાં સર્વત્ર મેઘમ્હેરથી ખુશીની લહેર છવાઈ છે તો મોરબી શહેરમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
