News of Sunday, 30th June 2024
મોરબીમાં ધોધમાર અઢી ઇંચથી વધુ. વરસાદ ખાબક્યો
બપોરે 2 વાગ્યા સુધીમાં મોરબીમાં ધોધમાર અઢી ઇંચથી વધુ, ટંકારા અને હળવદમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી : મોરબી શહેરમાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. રવિવારે સવારે 11 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મોરબીમાં એક કલાકમાં અઢી ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઇ હતી. જોકે લોકોએ સમસ્યાને ભૂલીને સારા વરસાદની મોજ પણ માણી હતી.
મોરબી જિલ્લામાં સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત
મોરબી (તાલુકા સેવાસદન) : 69 mm
ટંકારા : 25 mm
હળવદ : 20 mm
જ્યારે માળીયા અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો ન હતો
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
