<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th June 2024

સુરેન્દ્રનગરમાં પરાલી ગામે પિતાએ જ કરી દીકરીની હત્યા

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી પિતા દીકરીની હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતોઃ આ પહેલા પણ પિતા અવારનવાર દીકરીને માર મારતો હતો

સુરેન્દ્રનગર,તા.૩૦,

સુરેન્દ્રનગરના પરાલી ગામે પિતાએ જ દીકરીની હત્યા કરી હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં વી હતી. પિતા દીકરીની હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો.

આ પહેલા પણ પિતા અવારનવાર દીકરીને માર મારતો હતો. પાણશીણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યારા પિતાનો ફોટો લઈને નજીકના પોલીસ સ્ટેશનોમાં તેની નકલ પહોંચતી કરી દીધી છે. તેની સાથે બધા નાકાઓ સાબદા કરી દીધા છે.

(11:44 AM IST)