<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ભાવનગર જિલ્લામાં હળવા- ભારે ઝાપટાથી લઈ એક ઇંચ સુધીનો વરસાદ વરસાદ

ઉમરાળામાં એક ઇંચ ,વલભીપુરમાં અને ગારીયાધારમાં પોણો ઇંચ , સિહોરમાં અડધો ઇંચ વરસાદ

ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર ચાલુ રહી છે. જિલ્લાના ઉમરાળામાં એક ઇંચ ,વલભીપુરમાં અને ગારીયાધારમાં પોણો ઇંચ , સિહોરમાં અડધો ઇંચવરસાદ પડ્યો છે.

 ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં સવારે અને બપોરે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. જ્યારે જિલ્લાના ઉમરાળામાં બપોરે ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ હળવો ભારે વરસાદ પડ્યો છે. 

 આજે સવારે ૬ થી સાંજના ૬ દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૧૮મી.મી., ઉમરાળા ૨૪ મી.મી.,ભાવનગર શહેર ૪મી.મી., ઘોઘા ૪ મી.મી. ,શિહોર ૧૦ મી.મી. ,ગારીયાધાર ૧૯ મી.મી. ,પાલીતાણા ૬ મી.મી. ,તળાજા ૫મી.મી. અને જેસરમાં ૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
 ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૨ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૧૦ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

(9:43 PM IST)