તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
વિસાવદર-માળીયાહાટીનામાં દોઢ ઇંચ અને ગોંડલમાં એક ઇંચ વરસાદ વરસ્યો : મેઘાવી માહોલ વચ્ચે વરસતો હળવો ભારે વરસાદ

રાજકોટ તા.૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર મેઘરાજા મહેરબાન થયા હોય તેઓ માહોલ થયો છે અને હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.
જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવ્યું છે કે જુનાગઢ જિલ્લાના વિસાવદર અને માળિયા હાટીનામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે માંગરોળમાં અડધો ઇંચ તથા મેંદરડા વંથલી ભેસાણ કેશોદમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
જામનગરના પ્રતિનિધિ મુકુંદ બદિયાણીના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સાંજના સમયે જામનગર જિલ્લાના ધ્રોલમાં સવા બે ઇંચ તથા જોડીયા અને કાલાવાડમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
ગોંડલના પ્રતિનિધિ ભાવેશ ભોજાણી ના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારથી બપોર સુધીમાં ગોંડલમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
