તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ જામ્યુઃ સર્વત્ર વરસાદ
જુનાગઢ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર સહિતના જીલ્લાઓમાં ધીમી ધારે મેઘમહેર

રાજકોટ તા. ર૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે મેઘાવી માહોલ જામતો જાય છે અને દરરોજ કોઇ કોઇ જગ્યાએ હળવો-ભારેવરસાદ વરસી જાય છે પરંતુ હવે સૌ કોઇ સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહ્યા છે. દરરોજ ગોરંભાયેલુ વાતાવરણ છવાયેલું રહે છે પરંતુ વરસાદ મન મુકીને વરસતો નથી.
હવે ધીમે-ધીમે ચોમાસુ જામતું જાય તેવું વાતાવરણ છવાઇ ગયું છે અને સર્વત્ર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ મેંદરડામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે મેંદરડા, વંથલી, ભેંસાણ, વિસાવદર, કેશોદ, માળીયા હાટીમાં ઝાપટા પડયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના જોડિયામાં અડધો ઇંચ તા જામનગરમાં ઝાપટા રૂપે વરસાદ પડયો છે.
ગીર સોમનાથ
(દિપક કકકડ દ્વારા) વેરાવળઃ તાલાલા, ગીર ગઢડા, વેરાવળ, પાટણ, સુત્રાપાડા, કોડીનાર, ઉનામાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.
સાવરકુંડલા
(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ અહીં આજે બપોરથી વરસાદી વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
