News of Saturday, 29th June 2024
ભવાનીધામમાં મંદિર સાથે શૈક્ષણિક અને આરોગ્ય સુવિધા પણ વિકસાવાશે
આવતા બે વર્ષમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશેઃ વજુભાઇ વાળા

રાજકોટ તા. ર૯: સમસ્ત રાજપૂત સમાજના આરાધ્યદેવફી શ્રી માભવાનીના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની પાવનધરા ઉપર પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે મંદિર નિર્માણકાર્યની પ્રગતિ તથા મંદિર પરિસરની આસપાસ સામાજિક કલ્યાણ માટે અલગ-અલગ સુવિધાઓ વિકસાવવા અને આગામી યોજનાઓ વિશે ચર્ચા-વિચારણા કરવા માટે આજે રાજયભરના રાજપૂત સમાજના અગ્રણીઓએ બેઠક યોજી હતી.
આ સમીક્ષા બેઠકમાં પૂર્વ ગવર્નર અને ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વજુભાઇ વાળા, શ્રી કિશોરસિંહ ચૌહાણ (પ્રમુખ, ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ), શ્રી કાનભા ગોહિલ (પ્રમુખ, સમસ્ત રાજપૂત સમાજ, ગુજરાત) શ્રી જશાભાઇ બારડ (ટ્રસ્ટી, ભવાનીધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ), શ્રી નારણભાઇ સગર (પ્રમુખ, અનિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજ, શ્રી બાબુસિંહ જાદવ (ધારાસભ્યશ્રી), શ્રી કિરીટસિંહ ડાભી (ધારાસભ્યશ્રી) સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
આ તમામ આગેવાનોએ માં ભવાનીના ભવ્ય મંદિરના નિર્માણની સાથે-સાથે મંદિર પરિસરમાં લોકકલ્યાણ હેતુ શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ, યજ્ઞશાળા, ભોજનશાળા, સંસ્કારધામ, બગીચો, તળાવ સહિતની સુવિધાઓ વિકસાવવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો. આ સુવિધાઓથી સુરેન્દ્રનગર ઉપરાંત રાજયભરના રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના લોકોને પણ સીધો લાભ થશે. અહીં સર્વોચ્ચ ગુણવત્તાયુકત શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા સુનિヘતિ કરાશે.
સમસ્ત રાજપૂત સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ભવાનીધામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરવાનો વિચાર શ્રી વજુભાઇ વાળાએ પાંચ વર્ષ પહેલાં સમાજ સમક્ષ મુકયો હતો. સમસ્ત રાજપૂત સમાજને એક છત્રાછાયા હેઠળ આવીને ધાર્મિક ભાવનાની સાથે રાષ્ટ્રિયતાના સંસ્કાર કેળવે તે માટે પહેલ કરી હતી. રાજપૂતોના સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સૌ એકત્ર બની નિヘય કરે તે માટે ભવાની ધામનું સ્થળ સુરેન્દ્રનગર પાસે આવેલ વસ્તડી મુકામે પસંદ કરવામાં આવ્યું. સમાજના વિવિધ અગ્રણીઓને શ્રી વજુભાઇએ જે અપીલ કરી હતી જેના ભાગરૂપે શ્રી વિજયસિંહ બારડે પોતાની સત્તર એકર જગ્યા મંદિર માટે દાનમાં આપેલ છે અને બાકીની વિવિધ જગ્યાઓ સમાજ દ્વારા ઉપયોગી પ્રવૃત્તિમાં મદદરૂપ થઇ શકાય તે માટે ભવાનીધામ પ્રતિષ્ઠાન દ્વારા ખરીદ કરવામાં આવેલ છે. જેમાં મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓનું નિર્માણ થશે.
અંદાજે ૧ર૦ કરોડના ખર્ચે બનનાર ભવાનીધામનું આશરે ૮પ૦૦ ટન મકરાણાના આરસપહાણથી નિર્માણ થઇ રહ્યું છે અને હાલમાં મંદિરનું અંદાજિત ૩પ% જેવું કાર્ય પણ પૂર્ણ થયું છે.
આ પ્રસંગે દેશભરના રાજપૂતોની આસ્થાનું કેન્દ્ર બનનારા માં ભવાનીના આ ભવ્ય મંદિરના પ્રચાર અને પ્રસાર માટે આકર્ષક લોગો પણ બનાવવામાં આવ્યો છે જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજપૂત સમાજને એક તાંતણે બાંધવા માટે શ્રી વજુભાઇ વાળાએ શ્રી ભવાનીધામ નિર્માણ કરવાનું બીડું પાંચ વર્ષ પહેલાં ઉઠાવ્યું હતું. આ પ્રસંગે શ્રી વજુભાઇ વાળાએ મંદિર નિર્માણનું કાર્ય આગામી માટે ર વર્ષની અંદર પૂર્ણ થાય તેવી મનોકામના વ્યકમત કરી હતી.
મંદિરના ટ્રસ્ટી કિશોરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘‘વસ્તડી ગામે માં ભવાનીના ભવ્ય મંદિરના માટે સમસ્ત રાજપૂત સમાજ અને આસપાસના સ્થાનિકો તરફથી ખૂબજ પ્રોત્સાહક સહયોગ મળ્યો છે. માતાજીના ભવ્ય મંદિર નિર્માણ કાર્યની સાથે-સાથે અમે સ્થાનિકોના ઉત્કર્ષ માટે શૈક્ષણિક કેન્દ્ર અને આરોગ્ય કેન્દ્ર સહિતની સુવિધાઓ પણ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે.
આ સમગ્ર આયોજનની કાર્યવાહી કરવા માટે શ્રી નરેન્દ્રસિંહ જાદવ અમદાવાદ, ડો. અનિરૂધ્ધસિંહ પઢિયાર, શ્રી મહેશભાઇ રાઠોડ, શ્રી પ્રવીણસિંહ ચૌહાણ, અજીતસિંહ મસાણી, સુરેન્દ્રનગર અને ભવાનીધામના કન્વીનર અને કોઓર્ડીનેટર શ્રી તેજસભાઇ ભટ્ટી, રાજકોટ સહિતના સૌ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
