<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

લીલીયા ગટરના પ્રશ્‍ને બંધ રહ્યા બાદ મહેશ કસવાલાની ર બેઠક પછી ધંધા -રોજગાર ધમધમ્‍યા

(ઇકબાલ ગોરી-દિપક પાંધી- અરવિંદ નિર્મળ દ્વારા) સાવરકુંડલા,  અમરેલી, તા. ર૯ : મોટાલીલીયા શહેરમાં ૧૦ - ૧૨ વર્ષ જુના ગટરના પ્રશ્‍નો બાબતે ગત લોકસભાની ચુંટણીમાં ધારાસભ્‍યશ્રી મહેશભાઇ કસવાલા દ્વારા જાહેર સભામાં ગટરનો પ્રશ્‍નો અમારા માટે કલંક રૂપ હોય તે પ્રશ્‍નો ઉકેલવા તત્‍પરતા દાખવેલ હતી આ ગટરના કાયમી પ્ર‘ના ઉકેલ માટે ૧૦ કરોડના ખર્ચે નવિનીકરણ કરવા માટે ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ આ ગટરના કાયમી સમારકામ માટે ૪૫ લાખના ખર્ચે જેટીંગ મશીનની લીલીયા ગામને ટુંક સમયમાં સરકારશ્રી તરફથી ભેટ આપવાની કામગીરીમાં કટીબઘ્‍ધ થતા શ્રી મહેશ કસવાલાએ ખાત્રી આપેલ છે ઉપરાંત ગટરના કામમાં મોનીટરીંગ અને કવોલીટી કામના સુપરવિઝન માટે વેપારીઓનો પણ સાથ સહકાર માંગવામાં આવેલ લીલીયા શહેરના ગટરના પ્રશ્‍ને વેપારીઓએ બંધનું એલાન આપવામાં આવેલ જેના અનુસંધાને ધારાસભ્‍યશ્રી મહેશ કસવાલા દ્વારા સર્કીટ હાઉસ ખાતે વેપારીઓની મિટીંગ બોલાવવામાં આવેલ તેમજ લીલીયાની નાવલી નદીના સ્‍થળે રૂબરૂ જઇ વેપારી તથા ગ્રામજનો સાથે સંવાદ કરી બંધ એલાનનો સુખઃદ અંત લાવી બપોર બાદ વેપાર ધંધા શરૂ કરવામાં આવેલ છે આ તકે ધારાસભ્‍યશ્રી દ્વારા કરવાની થતી કામગીરી બાબતે વેપારીઓ તથા ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્‍યા હતા અને આ કામગીરી વેપારી મંડળએ વધાવી બંધના એલાનનો સુખઃદ અંત લાવવામાં આવેલ છે તેમ સત્‍વ ‘અટલધારા' કાર્યાલયના ઇન્‍ચાર્જશ્રી જે.પી.હિરપરાએ તેમની અખબારી યાદીમાં જણાવ્‍યુ હતુ.

(1:37 PM IST)