તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ગીરગઢડામાં ગૌશાળાના નામે બનાવેલ દુકાનો તોડી પાડી : સોમનાથ જીલ્લામાં અનેક દબાણો દૂર કરાવતા કલેકટર : કોંગ્રેસનો વિરોધ

વેરાવળ, તા.૨૯: ગીર સોમનાથ જીલ્લા માં જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજા દ્વારા કરોડો રૂપીયાની કીમતી જમીનો સરકારી, ગૌચર અથવા મુખ્ય રાડ ઉપર દબાણો કરેલ હોય તે જગ્યામાં આવેલા રહેઠાણો, દુકાનો સહીત અનેક બાંધકામો થયેલ હોય વર્ષોથી આ સમસ્યા હોય જેની અનેક ફરીયાદો આવતા જીલ્લા કલેકટર આખા જીલ્લામાં જાત નિરીક્ષણ કરી છેલ્લા કેટલાય સમય થી દબાણો ખાલી કરાવવાની ઝુંબેશ ચાલુ કરેલ છે જેથી કરોડો રૂપીયા ની જમીનો ખાલી કરાવેલ છે વનવિભાગમાં પણ અનેક ગામતળ ની સમસ્યા હતી તે પણ દુર કરેલ છે આવી અનેક જગ્યાઓ ખાલો થતા વિકાસના કામો જે અટકી ગયેલ હતા તે શરૂ થઈ શકશે જેમાં પ્રાથમીક શાળા, આંગણવાડી,આરોગ્ય કેન્દ્ર,કોમ્યુનીટી હોલ સહીત ની સુવિધાઓ વધારી શકશે.
કલેકટરે જણાવેલ હતું કે આ વિસ્તારનો સૌથી પ્રખ્યાત ઝમજીર ધોધની આજુ બાજુ પણ મોટા દબાણો હતા તે દુર કરાવેલ છે રેયોન ની આજુ બાજુ,ઈણાજ,ઉમરેઠી, ધુસીયા,તાલાલા સહીતના વિસ્તારોમાં ખુબજ મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે ગીર ગઢડા માં ગૌ શાળા ટ્રસ્ટે દુકાનો બનાવી કરોડો રૂપીયામાં વેચી નાખેલ હતી જે પણ તોડી નખાયેલ છે જીલ્લા માં અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દબાણો કરાયેલ છે જે કોઈની સેહશરમ રાખયા સિવાય હટાવવામાં આવશે.
ગીર ગઢડા વિસ્તારમાં કરોડો રૂપીયાના દબાણો દુર થતા રાજકીય માથાઓની સ્થિીતી ખુબજ ખરાબ થયેલ છે કાયદેસરના નિયમા સામે કોઈ પણ જાતની દલીલો ચાલેલ ન હતી અનેક બાંધકામો માટે પ્રયત્નો કરાયેલ પણ તંત્રએ કરોડો રૂપીયાના બાંધકામો ખુલ્લા કરાવેલ છે.
છેલ્લા કેટલાય દિવસ થી ચાલતી ઝુંબેશ ને લઈને કોગ્રેસ દ્વારા વિરોધ કરાયેલ છે તેમજ જીલ્લા ભરના રાજકીય આગેવાનો માં ભારે દોડધામ મચેલ છે આ બાંધકામ તોડી નખાતા સ્થળ ઉપર અનેક રાજકીય માથાઓના સીન વીખાયા હતા આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામો તોડતા લાખો લોકોમાં ભારે પ્રશંસા થઈ રહેલ છે.
વેરાવળ સાગરપુત્ર ખારવા સમાજ હોડી એસો.ના પ્રમુખ બિનહરીફ
વેરાવળ સાગરપુત્ર સમસ્ત ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોંફંડીએ જણાવેલ હતું કે ખારવા લોધી જ્ઞાતિ હોડી એસો.ના પ્રમુખ તરીકે મોહનભાઈ ભારાવાલાની બિન હરીફ વરણી કરેલ હતી જેને તમામે ટેકો આપેલ હતો ઉપપમુખ બાબુભાઈ ગોહેલ, ધનસુખભાઈ વણીક ની નિમણુંક કરાયેલ છે.
મેચ પર સટ્ટો રમતા ઝડપાયા
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના ક્રિકેટ મેચમાં હારજીત અને સેસનમાં ઓવર તથા રન ફેરનો ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા હોય જે બાબતે રેઇડ કરી
(૧) અશલમ ઇસ્માઇલભાઇ શમા -ગામેતી ઉ.વ.૩૫, ધંધો.વેપાર, રહે.ભાલકા, પોલીસ ચોકિ પાછળ (૨) સરફરાજ આમદભાઈ મલેક -પટણી ઉ.વ.-૩૭, ધંધો.વેપાર રહે.ચાર ચોક,દર્શન એપાર્ટમેન્ટ પાસે (૩) સમીર જીતેન્દ્રભાઇ પરમાર -સલાટ ઉ.વ-૪૬ ધંધો-મજુરી રહે-સલાટ સોસાયટીને પકડી રોકડ રૂ.૧૪,૭૦૦/ કબ્જે કરેલ છે.
આ કામગીરી એલ.સી.બી. ઈ.ચા.પો.ઈન્સ.એ.બી.જાડેજા, પો.સબ ઇન્સ.,એ.બી.વોરા, એ.એસ.આઇ., નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ.નટુભા બસીયા, તથા પો.કોન્સ.પ્રવિણભાઇ બાંભણિયા, મીસીંગ પર્સન સ્કવોડના એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ કાગડા, પો.કોન્સ. વિનયભાઇ મોરી, ડ્રા.પો.હેડ કોન્સ.કનુભાઇ ચુડાસમાએ કરી હતી.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
