<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ઉપલેટામાં કોલેરાએ દેખા દેતા માહિતી મેળવતા માંડવીયાઃ સઘન પગલાની સૂચના

અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં રસીકરણ કરવા ઓનલાઇન સૂચના

રાજકોટ, તા., ૨૯: આજે  કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા ૧૧ પોરબંદર લોકસભાના સાંસદ ડો. મનસુખ માંડવિયાએ પોતાના પંજાબના પ્રવાસ દરમ્‍યાન ધોરજી વિધાનસભાના ઉપલેટાના અમુક વિસ્‍તારોમાં ફેલાયેલા કોલેરા રોગની ચિંતા કરતા સરકારી તંત્ર સાથે વર્ચ્‍યુઅલ માધ્‍યમથી રિવ્‍યૂ મીટીંગ યોજી, જેમાં પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી ત્‍યાંની સ્‍થિતિ અંગે વિસ્‍તળત માહિતી મેળવી.

ડો. માંડવિયાએ સુચના આપેલ કે કોલેરા લગત આરોગ્‍ય વિભાગની માર્ગદર્શિકાનો ચુસ્‍ત રીતે અમલ થાય તથા સતત સર્વેલન્‍સ ચાલુ રહે તે માટે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે, તંત્ર સતત અવલોકન કરે  અન્‍ય કોઈ નવા કેસ આવે તો તે વિસ્‍તારનો પણ આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે.

મનસુખ માંડવિયાએ કમિશનર હેલ્‍થ, કલેકટર તથા આરોગ્‍ય વિભાગને સૂચના આપેલ કે SOP ઉપરાંત  ૧. કોલેરાગ્રસ્‍ત વિસ્‍તારોમાં સંવેદનશીલ જૂથોમાં કોલેરા વિરોધી વેક્‍સિન લગાવવામાં આવે ૨. જરૂર પડે AIIMS રાજકોટની ટીમ દ્વારા આ વિસ્‍તારની મુલાકાત લઇ ટેકનીકલ મદદ કરવામાં આવે તથા  ૩. લોકોમાં ખાનપાન અને સ્‍વચ્‍છતાની જાગળતિ આવે તે દિશામાં તંત્ર જનજાગળતિના પ્રયાસો કરે તથા લોકો પાણી ઉકાળીને પીવે, વાસી અને ગંદો આહાર ન લે તે માટે લોકોને સમજાવવામાં આવે.

(1:32 PM IST)