<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ખારાઘોડા ફેકટરીના લાકડામાં આગ લાગતા ભારે નુકસાન

વઢવાણ : ખારાઘોડા ગામ તરફ જતા માર્ગે નારણપુરા બસ સ્ટેન્ડની સામે એક ફેકટરીમાં રાત્રી દરમિયાન કમ્પાઉન્ડમાં લાકડામાં આગ લાગતા પાટડી પાલિકાને જાણ કરાઈ હતી.પરંતુ ફાયર ફાઈટર રીપેરીંગમાં હોઈ ભુગર્ભ ગટરનુ ટેન્કર મોકલાયુ હતુ. પણ તેનાથી આગ કાબુમાં ન આવતા વિરમગામ ફાયર ફાઈટર ટીમને જાણ કરાતા કલાકો બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગમા લાખોના લાકડા બળી ગયા હતા. ઘટનાની જાણ થતા પાટડીના હેડ કોન્સ્ટેબલ સાગર કલોતરા સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

(12:30 PM IST)