તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડીયાની દરમિયાનગીરીથી માછીમારોના ૨ જૂથો વચ્ચેનો પ્રશ્ન ઉકેલાયો

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર,તા.૨૯: નાના માછીમારોના બે જૂથો વચ્ચે લાંબા સમયથી વિવાદ હતો અને જે પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ હતો, તે પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ ના સતત પ્રયત્ન અને ખારવા સમાજની રજુઆત ને ધ્યાને લઈ ને અર્જુનભાઈ મોઢવાડિયાના પ્રયાસોથી ઉકેલ આવ્યો છે.અર્જુનભાઈ મોઢવાડિયાની સમયસર અને અસરકારક આ પ્રશ્નમાં દરમિયાન ગીરીને કારણે શાંતિપૂર્ણ આ પ્રશ્ન ઉકેલાઈ ગયો છે.
માછીમારોના બે જુથ વચ્ચે સમાધાન માટે અને કાયદાકીય રીતે કોઇ મુશ્કેલીના પડે અને શાંતિપૂર્ણ રીતે સમાધાન માટે અર્જુનભાઈ મોઢવાડિયાનો ખારવા સમાજના વાણોટ (પ્રમુખ) પવનભાઇએ ખારવા સમાજ વચ્ચે સંવાદિતા અને સહકારની ભાવના પણ જગાવી છે. જે માટે અમે અર્જુનભાઈ મોઢવાડિયાનો તેમના અસાધારણ નેતૃત્વ માટે અને જરૂરિયાતના સમયે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
અર્જુનભાઇના પ્રયાસોથી સંભવતઃ વિભાજનકારી પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જે આપણા સમુદાયમાં એકતા અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.પોરબંદર ખારવા સમાજના પ્રશ્નોનુ નિરાકરણ લાવી અને સમાજમાં ભાઇચારો અને એકતા જળવાઇ રહે તેવા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ પ્રયાસો કર્યા છે.તેમને ખારવા સમાજે આવકારેલ છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
