News of Saturday, 29th June 2024
લીંબડીના પરાલી ગામે સગીર પુત્રીને મારી નાખી !
પત્નિ રક્ષા સાથે ઝઘડો થયા બાદ વચ્ચે પડતા ઢોર માર મારતા ઘર પાસે સંગીતા બેભાન મળી આવેલ : સારવાર મળે એ પહેલા જ ૧પ વર્ષની પુત્રીનું મોત થતા આરોપી પિતા ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૯: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં હત્યા ચોરી લૂંટફાટ અને મારામારીના ગુનાઓ સતત વધતા રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામે પિતા દ્વારા પુત્રીની હત્યા કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર દંપતીના ઝઘડા વચ્ચે પુત્રીની હત્યા કરી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પરાલી ગામે રહેતા વગેશ કેવુભા નામના સક્ષ દ્વારા તેમની પત્ની રક્ષા સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેમની ૧૫ વર્ષની પુત્રી સંગીતાને તે દરમિયાન માર મારવામાં આવ્યો હતો. સંગીતા ને ઢોર માર મારવામાં આવતા તેની હાલત લથડી ગઈ હતી અને ત્યારબાદ તેનું મોત નિપજવા પામ્યું હતું જોકે ઘરની નજીક બેભાન હાલતમાં મળ્યા બાદ આજુબાજુના લોકો દ્વારા ૧૦૮ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો ૧૦૮ ની ટીમ આવે તે પહેલા જ સંગીતાનું મોત નીપજવા પામ્યું હતું પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને આ અંગે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તેના પિતાને પકડવા ગઈ ત્યારે તેના પિતા ઘરમાંથી નાસી જઈ અને બાજુમાં આવેલી નદીમાંથી અંદર પડી અને ત્યારબાદ તરી અને નાસી છૂટવા પામ્યા હતા ત્યારે આ મામલે પાણસીણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ૧૫ વર્ષની માસુમ દીકરીનો ભોગ લઈ લેવામાં આવ્યો છે ત્યારે પિતા જ પુત્રીનો હત્યારો બન્યો હોવાનું સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
