તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
ટંકારામાં અડધી કલાકમાં અનરાધાર અડધા ઇંચ વરસાદથી બજારો નદી માફક વહી
મેઘરાજા મન મુકીને વરસે તેની રાહ જોતા લોકો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૨૯ : સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોના વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ઝરમર વરસ્યા હતા. ત્યારે ટંકારા તાલુકામાં વરસાદી માહોલ સટાસટી માફક જોવા મળ્યો હતો. ૨૮ જૂને બપોરે ૪ વાગ્યાના સુમારે ટંકારામાં મેઘાવી માહોલ સર્જાયો હતો અને જોત જોતામાં ૧૬ મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. જેને કારણે ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. આ ઉપરાંત લજાઈ વિરપરમાં જોરદાર વરસાદ પડ્યો હતો.
ટંકારા તાલુકાના જીવાપર ગામે વરસાદની કાગડોળે જોવાતી વાટ જીવાપર ગામના ખેડૂતો એ જણાવ્યું હતું કે ટંકારા વરસાદ વરસે છે ત્યારે સેઢાના ગામે એક ટિપુ દોહિલુ હોય એમ હજુ વાવેતર થયું નથી અને મેધરાજા ને મનામણા કરી જો મન મૂકીને વરસી પડે તો ખેતી કામમાં લાગી એ માટે સારા એવા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
