<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

વાંકાનેરના તિથવામાં રિક્ષાચાલક ઇકબાલશાને જમાઇએ ધોકાવ્યા

દિકરી સાથે જમાઇ ઝઘડો કરતો હોઇ દિકરીને માવતરે તેડી લાવતાં ખાર રાખી તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૯: વાંકાનેરના તીથવા ગામે પ્રોૈઢ પર જમાઇએ ધોકાથી હુમલો કરી ઢીકાપાટુ પણ મારતાં તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

તિથવા ગામે લાલશાહનગરમા રહેતાં  ઇકબાલશા દિલાવરશા શાહમદાર (ઉ.વ.૫૦) સાંજે સાતેક વાગ્યે ઘરે હતાં ત્યારે જમાઇ ઇમ્તિયાઝ આવ્યો હતો અને ગાળાગાળી કરી ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. તેમજ ઢીકા પાટુ પણ માર્યા હતાં. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં ઇકબાલશાને છોડાવ્યા હતાં. વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ અને તોૈફિકભાઇ જુણાચે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ઇકબાલભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેમના પત્નિએ કહ્યું હતું કે દિકરી બાજુના ગામે જ સાસરે છે. તેણીને જમાઇએ મારકુટ કરી હોઇ અમે તેને સમજાવ્યો હતો. આ વખતે તેણે વધુ ઝઘડોક રતાં અમે દિકરીને ઘરે લઇ આવતાં તેણે હુમલો કર્યો હતો.

(12:10 PM IST)