તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
મોરબીમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી, પાલિકા તંત્રની પોલ ખુલી.

ફોટો pol
( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ આખરે મેઘરાજાની મહેર વરસી હતી આજે બપોરના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા મોરબી શહેરમાં ખુશીની લહેર છવાઈ છ
મોરબી શહેરમાં બપોરે ૨ વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો ધોધમાર વરસાદ વરસતા મોરબીવાસીઓને ગરમીથી રાહત મળી હતી તો પહેલા જ સારા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી મોરબીના નગર દરવાજા, સાવસર પ્લોટ, રામચોક, શનાળા રોડ અને સામાકાંઠા સહિતના વિસ્તારમાં રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા હતા અને ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો તેમજ રાહદારીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મોરબી તાલુકામાં બપોરે ૨ થી ૪ સુધીમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો તો વાંકાનેર તાલુકામાં ૦૪ મીમી વરસાદ નોંધાયો હતો.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
