તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
મોરબીના ભરતપુરમાં રાતે અજાણ્યા યુવાનનું મોતઃ મારામારી થઇ કે ભાગવા જતાં પડી ગયો? રહસ્ય
યુવાનની ઓળખ મેળવવા તપાસઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૨૯: મોરબી તાલુકા ભરતનગર ગામમાં અજાણ્યો આશરે તેત્રીસ વર્ષનો યુવાન બેભાન મળતાં તેને મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સ ડ્રાઇવર તેને રાજકોટ લાવ્યો હોઇ પ્રાથમિક પુછતાછમાં ભરતનગર ગામે કેશવ પ્લાઝા પાસે આ યુવાનને મારામારીમાં ઇજા થયાનું જણાવાતાં તે મુજબની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસમાં કરાવી હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ સહિતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્સ. મનિષભાઇ સહિતન સ્ટાફે પ્રાથમિક તપાસ કરી હતી. પોલીસે એવી શકયતા દર્શાવી હતી કે અજાણ્યો શખ્સ ચોરીના ઇરાદે આવ્યાની શંકાએ લોકો જાગી જતાં ભાગવા જતાં પડી જતાં ઇજા થઇ હોઇ શકે. જો કે હોસ્પિટલ ચોકીમાં મારામારીની નોંધ હોઇ ખરેખર શું ઘટના બની? તે જાણવા મોરબી તાલુકા પોલીસ વધુ તપાસ કરે છે. મારામારીથી મોત થયું કે પછી પડી જતાં ઇજા થવાથી? તે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે. મહિલા પીએસઆઇ એન. ડી. ડાંગર વધુ તપાસ કરે છે.
એક ચર્ચા મુજબ આ યુવાન ચોરી કરવા આવ્યા બાદ લોકો ભેગા થઇ જતાં ભાગવા જતાં પડી ગયો હતો અને ઇજા થઇ હતી.
તસ્વીરમાં દેખાતાં મૃતક યુવાનના કોઇ વાલીવારસ હોય તો મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવો.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
