<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

પાકિસ્તાનને જોડતી કચ્છની સરહદે પૂર્વ બાદ પશ્ચિમમાં ૩.૪નો ભૂકંપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૯: કચ્છમાં ભૂકંપના આંચકાઓ હજી પણ સતત ચાલુ જ છે. ગઇકાલે પશ્ચિમ કચ્છમાં લખપત મધ્યે બપોરે ૩.૫૦ વાગ્યે ૩.૪ નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ લખપતથી ૨૫ કિમી દૂર પાકિસ્તાનમાં નોંધાયું હતું. જોકે, આંચકાથી કોઈ નુકસાનીના સમાચાર નથી. હજી એક દિ પહેલાં જ ૨૬ મી તારીખે પૂર્વ કચ્છમાં ધોળાવીરા નજીક પાકિસ્તાની સરહદે ૨.૮ નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(11:47 AM IST)