<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

જસદણ-વીંછિયા તાલુકા માટે પેવર બ્લોકના કામો માટે રૂ.૧૮.૭૫ લાખના વિકાસ કામો મંજૂર

જસદણમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો, અન્વયે બેઠક યોજાઇ : મધ્યાહન ભોજન યોજનાના શેડ, રસ્તા, કોઝ વે સહિતના કામોને અગ્રતા આપી સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના

રાજકોટ, તા.,૨૯:  રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા સેવા સદન ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયના અધ્યક્ષસ્થાને આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો હેઠળ કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી.

મંત્રીશ્રીએ જસદણ અને વીંછિયા તાલુકાના વિવિધ ગામની પ્રાથમિક શાળાના વિસ્તારોમાં ગટર લાઇન, શાળામાં ભોજન શેડનું કામ, વોટર ડ્રેનેજના કામ, શાળાઓ અને ગામોમાં વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોકનું કામ, જાહેર શૌચાલયના કામો તેની સ્વચ્છતાની તકેદારી રાખવા, કોઝવે, પુલની કામગીરી, પુર સંરક્ષણ દિવાલ, કિચન શેડ સહિતના કામોની મંજૂરી આપી હતી.

મંત્રીશ્રીએ ઉપરોકત તમામ કામોમાં ઉચ્ચ ગુણવતાયુકત મટીરીયલ વાપરવા તથા તમામ નક્કી થયેલા કામો સમયસર પૂર્ણ કરવા સૂચન કર્યું હતું.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવા, જસદણના મામલતદારશ્રી એન.સી. વ્યાસ, વીંછિયાના મામલતદારશ્રી આર.કે. પંચાલ, તાલુકા વિકાસ અધિકારી  પાર્થરાજસિંહ પરમાર અને કે.આર. ચુડાસમા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી.કે. રામ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. (સંકલન : પારૂલ આડેસરા, રિધ્ધી-માહીતી ખાતુ-રાજકોટ)

(11:35 AM IST)