તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
મોરબીમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ : રસ્તા પાણી પાણી : પાલિકા તંત્રની પોલ ખુલી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૯ : મોરબી શહેરમાં બપોરે ૨ વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
ધોધમાર વરસાદ વરસતા મોરબીવાસીઓને ગરમીથી રાહત મળી હતી તો પહેલા જ સારા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી મોરબીના નગર દરવાજા, સાવસર પ્લોટ, રામચોક, શનાળા રોડ અને સામાકાંઠા સહિતના વિસ્તારમાં રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા હતા અને ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો તેમજ રાહદારીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મોરબી તાલુકામાં બપોરે ૨ થી ૪ સુધીમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો તો વાંકાનેર તાલુકામાં ૦૪ મીમી વરસાદ નોંધાયો હતો.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
