<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

ભાવનગરમાં મકાનની દિવાલ પડી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯: છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના પગલે કુંભારવાડા બાનુબેનની વાડી, શેરી નં.૮માં સિકોતર માતાની ડેરી રહેતા વિજયભાઇ બીજલભાઇ વાટુકિયાની માલિકીના મકાનની દિવાસ અચાનક ધરાશાયી થઇ હતી. દિવાલ પડતા સ્‍થાનિક લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. અને કાટમાળ ખસેડયો હતો. સદનસીબે કોઇને ઇજા કે જાનહાની થઇ ન હતી.

(10:52 AM IST)