<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ખંભાલીડાની પ્રાચીન બૌધ્‍ધગુફાનો જીર્ણોધ્‍ધારઃ મુલાકાતીઓ માટે સુવિધાજનક પ્રવાસન સ્‍થળ

ર૦૦૩ થી ગુજરાતના દરેક મુખ્‍યમંત્રી, વિભાગના મંત્રી, વિપક્ષી નેતા, પુરાતત્‍વ નિયામકને રજુઆતો થતી રહે છે : આપણી પ્રાચીન સંસ્‍કૃતિ માટે સરકારમાં પુરાતત્‍વ વિભાગનું અલગ મંત્રાલય, વિષમ સમજતા મંત્રી અનિવાર્ય છે : કરોડોના ખર્ચે પ્રવાસન સ્‍થળ બની રહેલ છે જે બૌધ્‍ધ સ્‍થાપત્‍યોની ડિઝાઇન ઉપર બનેલ છે : બૌધ્‍ધ ગુફાને વિશાળ ડોમથી ઢાંકી દેવા જોઇએ તથા ઝરણું કાયમ વહેતુ રાખવા પરેશ પંડયાની માંગ : જયાબેન ફાઉન્‍ડેશન દ્વારા બે દાયકા કરતાં વધુ સમયની મહેનતને મળેલી સફળતા

 

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ ખંભાલીડા ગામના પાદરમાં ૧૮૦૦ વર્ષ પહેલા કોતરાયેલી બૌધ્‍ધ ગુફા આવેલી છે.બોધીસત્‍વ અવલોકિતેશ્વર પદ્મપાણી અને વ્રજપાણીના પુરાકદના શિલ્‍પો કોતરાયેલ ગુજરાતમાં આ એક માત્ર બૌધ્‍ધગુફા છે. જે સમગ્ર પું સૌથી પ્રાચીન બૌધ્‍ધશિલ્‍પ સ્‍થાપત્‍ય છે. પુરાતત્‍વ મહારત્‍ન, પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયાએ બૌધ્‍ધગુફાની શોધ ૧૯પ૮માં કરેલ હતી.

સાંતવડાની નાની ડુંગરમાળાની ગોદમાં ઝરણા કિનારે સુંદર કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્‍તારમાં આવેલી બૌધ્‍ધગુફા પુરાતત્‍વ વિભાગ હેઠળ રક્ષીત સ્‍મારક છે. જે રક્ષા વગર ભુલાઇ ગયેલ અને રેઢી પડેલ હતી. ત્‍યાં સુધી પહોચવાના રસ્‍તા વગર, ઝાંડી-ઝાખરાથી વિટળાયેલ સ્‍થળ હતુ, એક કાટ ખાધેલુ અવાચ્‍ય નાનું બોર્ડ માત્ર હતુ.

આ આજે વિશ્વપ્રસિધ્‍ધ ઐતિહાસીક સ્‍થળની ર૦૦રની આખરમાં, પ્રાચીન સંસ્‍કળતી બચાવવા અને  તેનો પ્રચાર કરવા સ્‍થપાયેલી સંસ્‍થા શ્રી જયાબહેન ફાઉન્‍ડેશનની ટીમે મુલાકાત લીધી, ત્‍યારથી તેનો પુરો અભ્‍યાસ કર્યા બાદ પુરાતત્‍વ વિભાગ અને રાજય સરકારને બૌધ્‍ધગુફા બચાવવા, તેના સમગ્ર વિસ્‍તારનો વિકાસ કરવા, તેનો પ્રચાર કરવા ર૦૦૩ની શરૂઆતથી કાર્ય શરુ કર્યુ. ફાઉન્‍ડેશન દ્વારા બૌધ્‍ધગુફા અંગે રાજકોટ-જુનાગઢ હાઇવે ઉપર બેનર-બોર્ડ લગાવવામાં આવ્‍યા, દિવાલો અને રસ્‍તા ઉપર લખાણ કરવામાં આવ્‍યું. પ્રેસનોટ આપી અખબારો ધ્‍વારા સમાજ અને સરકાર સુધી બૌધ્‍ધગુફાની નોંધ લેવાય તે કાર્ય સતત શરૂ કરવામાં આવ્‍યું. રાજયના મુખ્‍યમંત્રીશ્રી, વિભાગના મંત્રીશ્રી, વિરોધપક્ષના નેતાશ્રી અને પુરાતત્‍વ વિભાગના નિયામકશ્રી સમક્ષ સતત આજ સુધી રજુઆતપત્રો મોકલવામાં આવ્‍યા.

સતત ર૧ વર્ષની ધીરજપૂર્વક મહેનત બાદ આજે બૌધ્‍ધગુફા સુધી પહોચવા હાઇવેથી ખંભાલીડા બૌધ્‍ધગુફા સુધીનો ડામર રોડ થયો, સ્‍થળ ઉપર સફાઇ કાર્ય થયુ.પગથીયા બન્‍યા, કમ્‍પાઉન્‍ડ વોલ બની, દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓ માટે બેસવા કલાત્‍મક આઠ કુટીરો બનાવવામાં આવી, ટોઇલેટ યુનીટ બન્‍યુ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા થયેલ છે, હાલ ચાલી રહેલી કામગીરીમાં બૌધ્‍ધગુફા સુધી સરળતાથી પહોંચવા નાના પગથીયા તેમજ સલામત રેમ્‍પ બનાવવામાં આવ્‍યુ. છેલ્લા ત્રણ ચોમાસા દરમ્‍યાન બૌધ્‍ધગુફામાં ખુબ પાણી ટપકતુ હતુ તે અટકાવવા ટ્રીટમેન્‍ટ કરવામાં આવી, ખવાતા જતા શિલ્‍પો ઉપર, ચેત્‍યગળહમાં આવેલ સ્‍તુપ પર રસાયણીક ટ્રીટમેન્‍ટ કરવામાં આવી જેથી તેનુ આયુષ્‍ય વધે, હજારો ચામાચીડીયાનુ નિવાસ બનેલ તેને દુર કરવામાં આવ્‍યા. બૌધ્‍ધગુફા પ્રાંગણને પથ્‍થર અને આર્ટીફીશીયલ લોનથી સજાવવામાં આવ્‍યું.

ર૦૦૭-૦૮ થી સતત રજુઆતો બાદ રાજય સરકાર ધ્‍વારા સુવિધાજનક પ્રવાસન  સ્‍થળ મંજુર થયુ, ર૦૧૧માં તત્‍કાલીન નાણામંત્રીશ્રી ધ્‍વારા તેનુ ખાતમુહુર્ત થયુ. જે બૌધ્‍ધ સ્‍થાપત્‍યની ડિઝાઇન મુજબ બનાવવામાં આવી રહ્યું છે. બૌધ્‍ધગુફા રક્ષીત સ્‍થળ છે તેથી નિયમાનુસાર તેનાથી ૩૦૦ મીટર દુર આશરે ૧૫ કરોડના ખર્ચથી પ્રવાસન સ્‍થળ આજે લગભગ તૈયાર થયેલ છે. પ્રવાસન સ્‍થળ મુલાકાતીઓ માટે સુવિધાજનક બની રહેશે.   

જયાબહેન ફાઉન્‍ડેશનના પરેશ પંડયા જણાવે છે કે બૌધ્‍ધગુફાનું આયુષ્‍ય લંબાવવા અને વિસ્‍તારનું પ્રાકળતિક સૌદર્ય કાયમ રાખવા બે કાર્યવાહી જરૂરી છે એક બૌધ્‍ધગુફાને થતી હવામાનની સતત ખરાબ અસરથી તેને બચાવવા તેની ઉપરની જમીનથી સામેના ઝરણા સુધીના ભાગને વિશાળ પારદર્શક ડોમથી ઢાંકી દેવો જરૂરી છે. જેથી બૌધ્‍ધગુફા અને શિલ્‍પો ખવાતા જાય છે તે નુકશાન અટકી જશે. બીજુ સામે પસાર થતુ ઝરણું ચોમાસા દરમ્‍યાન ૪-પ મહિના વહેતુ રહે છે, આ ઝરણુ બારે માસ વહેતુ રહે તો અદભુત કુદરતી સૌદર્ય કાયમ રહેશે અને તેથી પ્રાચીન સંસ્‍કળતિનું આ જોવા લાયક નોંધ પાત્ર સ્‍થળ બની રહેશે.સરકાર માટે આ બહુ મોટો પ્રશ્ન નથી.

પરેશ પંડયા જણાવે છે કે ર૦૦૩થી આજ સુધી ર૧વર્ષો દરમ્‍યાન ધીમી ગતીએ ઉપરોકત કામગીરી થયેલ છે. વિરાસત બચાવવા આ થયેલ કામગીરી બદલ રાજય સરકારનો, દરેક મુખ્‍યંત્રીશ્રીઓનો, વિભાગના મંત્રીશ્રીઓનો, પ્રવાસન મંત્રીશ્રીઓનો, વિરોધ પક્ષના નેતાશ્રીઓનો, પુરાતત્‍વ વિભાગના નિયામકશ્રીઓનો, ખંભાલીડા ગ્રામ પંચાયતનો શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન આભાર માને છે. હાલના નિયામકશ્રી ડો. પંકજભાઇ શર્મા તથા રાજકોટ સર્કલ ઓફીસના નિષ્‍ઠાવાન, સક્રિય સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટશ્રી સિધ્‍ધાબેન શાહ બૌધ્‍ધગુફા માટે ખાસ ધ્‍યાન આપી રહેલ છે. તે બદલ તેમના માટે પણ આભારની લાગણી વ્‍યકત કરવામાં આવે છે. ઉપરાંત હજુ વધુ તેજ ગતીથી સૌરાષ્‍ટ્રના અન્‍ય મહત્‍વના રોજડી સહિતના ઐતિહાસિક સ્‍થળો માટે વિભાગ કાર્યરત રહે તેવી શુભેચ્‍છા વ્‍યકત કરે છે.   

પરેશ પંડયા જણાવે છે કે રાજય સરકાર પુરાતત્‍વ વિભાગનું અલગ સ્‍વતંત્ર મંત્રાલય બનાવે, તેમા વિષય સમજતા મંત્રીશ્રી કાર્યરત બને તો તેથી આપણી વિશ્વ પ્રસિધ્‍ધ પ્રાચીન સંસ્‍કળતિના સ્‍થળો બચાવવા, તેને સાચવવા, નવા શોધવા પુરાતત્‍વ વિભાગ સક્ષમ અને સફળ વિભાગ બની શકે. આ માટે સંસદ સભ્‍યશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, જાહેર જીવનના અગ્રણીઓ પોતાની વગનો ઉપયોગ કરે તેવી સંસ્‍કળતિના હિતમાં જાહેર અપીલ છે.

પરેશ પંડયા,

શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન

મો.૯૮રપર૧૮૯૦૩

(4:34 PM IST)