<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

પોરબંદર જિલ્લામાં છુટાછવાયાં ઝાપટાં

પોરબંદર ૭ મીમી, રાણાવાવ અને કુતિયાણામાં ૧૦-૧૦ મીમી વરસાદઃ અસહય બફારો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૮: જિલ્લામાં સમયાંતરે છુટાછવાય ઝાપટાં વરસી જાય છે. દિવસ દરમ્‍યાન અસહય બફારો રહે છે.

જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૭ મીમી(૯૫ મીમી), રાણાવાવ ૧૦ મીમી(૮૨ મીમી), કુતિયાણા ૧૦ મીમી(૧૬મીમી) ૨૪ કલાકમાં નોંધાયો છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૯.૦૪ મીમી (૧૦૯.૯મીમી) નોંધાયો છે.

ગઇકાલે રાત્રીના ૩ વાગ્‍યા પછી એક કલાક ઠંડો પવન ફુંકાયો હતો. ગુરૂતમ ઉષ્‍ણાતામાન ૩૩.૪ સે.ગ્રે., લઘુતમ ઉષ્‍ણાતામાન ૧૭.૭ સે.ગ્રે., ભેજ ૮૭ ટકા, પવનની ગતિ ૬ કિ.મી., સુર્યોદય ૬.૧૧, સુર્યાસ્‍ત ૭.૩૮ મીનીટે

(1:44 PM IST)